ડીસા તાલુકાના ઝાબડીયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અચાનક દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ ત્રાટક કાર્યવાહીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝાબડીયા ગામે લાંબા સમયથી ધમધમતા જુગારધામ પર SMCની ટીમે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે પોલીસની હાજરી જોઈને 29 જેટલા જુગારીઓ નાસભાગ મચાવી ફરાર થઈ ગયા હતા. SMC દ્વારા તમામ 37 આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોટા પ્રમાણમાં વાહનો અને રોકડ જપ્ત
SMCની આ કડક કાર્યવાહીમાં રૂ. 1,46,100ની રોકડ રકમ, 15 ચાર-વ્હીલર ગાડીઓ, 6 મોટરસાયકલ અને ટ્રકની એક બેટરી સહિતનો કિંમતી સામાન કબજે કરવામાં આવ્યો છે. SMC દ્વારા કુલ રૂ. 60,26,600નો મોટો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસા રૂરલ પોલીસની નાક નીચે જ આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર સાવ અજાણ રહ્યું કે પછી આંખ આડા કાન કરતું હતું, તે અંગે હવે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરથી SMCની ટીમે આવીને સફળ દરોડો પાડતા ડીસા રૂરલ પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં આ મુદ્દો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
-
Why do Indian Navy officers wear 'white uniforms'? Find out why this dress code is so special..

-
Didn't get into AIIMS Delhi? You can still become a successful doctor by graduating from these 5 medical colleges in Delhi..

-
UP Tops List for Bank Locker Thefts; Which State is Second? Government Reveals Data in Parliament

-
Can you get a salary of ₹20 lakh without becoming a CA? Find out the differences between FRM, CFA, and CPA..

-
EPFO Post-Marriage Rules Changed; Alert Issued Regarding PF Nomination
